Dilip Gajjar Presents with Muktak Gujarati Song : Maitribhav nu Pavitra Zaranu Singer : Shri Prakash Soni Photo by Dilip Gajjar પ્રિય સાહિત્ય અને સંગીત પ્રેમીઓ અને મિત્રો માટે રજુ કરુ છું, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું …… આશા છે આપને ગમશે તો પ્રતિભાવથી વધાવશો. શ્રી પ્રકાશભાઈ સોની એક મુંબઈ સ્થીત ઉમદા ગાયક કલાકાર છે વ્યવસાયે વ્યસ્ત બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર હોવા છતાં તેઓ કલબ પાર્ટી અને મહેફીલોમાં ગુજરાતી ગીત સંગીતની મફેફિલ જમાવે છે અને પોતે ક્લાસિકલ મ્યુઝીક પણ જાણે અને મેન્ડોલીન,ગીટાર તથા તબલાવાદક પણ ખરા, આ બધાથી વિષેષ તેઓ અચ્છા પવિત્ર હદયના માણસ છે અને મળતા જ ગમી જાય તેવું વ્યક્તિત્વ ધરાવે છે. તેમને પ્રગતિ માટે ખુબ ખુબ અભિનંદન.
હૃદયમાં ભાવ ને સહકારની વૃત્તિ સુહાની છે
સૂરીલા ગીત પણ લલકારતા સંગત મજાની છે
તે બાંધે ઘર, સજાવે બાગ, હીરા પારખી જાણે ,
થયા જે મિત્ર મારા નામથી પ્રકાશ સોની છે
-દિલીપ ગજ્જર
ઓરડામાં એકાદ ચિત્ર હોય પુરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પુરતું છે
મીલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે
હદયથી આદમી પવિત્ર હોય પુરતું છે
-રાજેશ મિસ્કીન
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે
ગુણથી ભરેલાં ગુણીજન દેખી હૈયુ મારું નૃત્ય કરે
એ સંતોના ચરણમળમાં મુજ જીવનનું અર્ધ્ય રહે
-ચિત્રભાનુ
હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..
-Nisha Soni
Shri Prakashbhai Sony Says to all,
Wow!!!! thanks a million to all Gujarati song and Bhajan Lovers…very much thankful to all loving people here…and yes,My Special Thanks to My dearest and sweet hearted friend Shri Dilipbhai…he did so much for me and appreciated me always…im very much thankful to him for keeping my song-Bhajan here….

દિલીપભાઇ,
મૈત્રી વિશે સરસ મુકતક અને ગીત લાવ્યા.આભાર.
મીલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
હ્રદયથી આદ્મી પવિત્ર હોય પુરતું છે.અને પ્રકાશ્ભાઈને અર્પણ મુકતક ખુબ સરસ છે.ગીત ગુંજન માટે આભાર!!!
સપના
By: sapana on April 2, 2010
at 9:50 pm
દિલીપભાઇ
તમારું મુક્તક ગમ્યું અને પ્રકાશભાઇનું ગાવું ગમ્યું.
By: jagadishchristian on April 3, 2010
at 1:55 am
ઓરડામાં એકાદ ચિત્ર હોય પુરતું છે
જીવનમાં એક સરસ મિત્ર હોય પુરતું છે
સરસ વાત કરી. વ્યક્તિને મા-બાપ કે અન્ય સગા-વહાલા જેવાકે કાકા-મામા-માસા-માસી-ફૈઈ-ફુઆ ભાઈ કે બહેન કોઈ પસંદ કરવાનો અધિકાર નથી તે જન્મ સાથે મળે છે. હા બહુ બહુ તો પોતાનો/પોતાની જીવનસંગીની/જીવનસાથી પસંદ કરી શકે પણ ઈન-લોસ તો આપો આપ મળી જાય છે. માત્ર મિત્ર પસંદ કરવાની તેને તક મળે છે અને ત્યારે આપે ઉપરની પંક્તિમાં કહ્યું તેમ જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.
ધન્યવાદ !
સ-સ્નેહ
અરવિંદ
By: arvind on April 3, 2010
at 7:49 am
મજાની રજુઆત, ખુબ ગમ્યું.
By: દિનકર ભટ્ટ on April 3, 2010
at 9:37 am
During these Easter Holidays I really enjoyed શ્રી પ્રકાશ સોનીના કાંઠે ગવાયેલ , મૈત્રીભાવનું પવિત્ર ઝરણું . Congratulation to Prakash Soni & girls accompanying him.Musical composition is superb which is 100 times better than todays Halla Gulla meaningless hindi film songs.
Dilip I believe your Geet Gunjan site is becoming very popular day by day. Continue the good work.
Siraj Patel “Paguthanvi”
Secretary- Gujarati Writers’Guild UK (Estd 1973)
By: Siraj Patel "Paguthanvi" on April 3, 2010
at 11:28 am
sundar! Dilipbhai, Prakashbhai.
Mahendra.
http://www.isaidittoo.com
By: Mahendra Shah on April 3, 2010
at 11:53 am
મૈત્રીનું મહાત્મ્ય કરતી ત્રણે રચનાઓ સુંદર છે. પ્રકાશભાઈએ એવોજ સુકોમળ ન્યાય આપ્યો છે. એક નવા અવાજના પરિચય બદલ આભાર.
By: પંચમ શુક્લ on April 3, 2010
at 7:48 pm
કઈંક આવું જ વાંચવા સાંભળવા ઈંતજારી હોય અને
સામેથી આવે ત્યારે દિલ દઈ સાંભળવાની જે મજા આવે છે
એ કેમ કરી શબ્દોમાં વર્ણવવી?
શ્રી દિલીપભાઈ ,શ્રી રાજેશભાઈ ,શ્રી પ્રકાશભાઈ ત્રિમૂર્તિ
બની સૌને મજાથી ભરી દીધા.ખૂબખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
By: Ramesh Patel on April 3, 2010
at 9:16 pm
Namaste Dilipbhai and Prakashbhai
Congratulations for publishing Prakashbhai’s “Maitri Bhavnu Pavitra Jharnu” on Geetgunjan. I totally agree with Dilipbhai’s intro on Prakashbhai. He’s such a gem of a person!
Very well rendered. Really enjoyed this Bhajan.
Hansa & Rajesh
By: HANSA RAJESH MEHTA on April 4, 2010
at 9:23 am
Dear Hansaben…Thank YOu very much for such lovely comment and all ur kindness!!
By: prakash soni on April 4, 2010
at 6:48 pm
Very good singing Prakash!! Congratulations!! I really feel proud and privilege to be yr friend!! a small note on that:
હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..
નીશાજી આપની કવિતા ખુબ જ ગમી..મૈત્રિભાવની લાક્ષણીક્તાઓ આપે બધી કહી દીધી….
અભિનંદન આપના મૈત્રિભાવને
અને ગીતગુંજનમા પધાર્વા બદલ પણ આભાર.-dilip
By: Nisha Soni. on April 4, 2010
at 12:49 pm
Dearest Nisha,
thanks a lot for all ur heartiest wishes…. You always been very good listener of my songs..all credit goes to Shri Dilipbhai..
By: prakash soni on April 4, 2010
at 6:51 pm
ખુબ સરસ …દીલીપભાઇ.. એક નવા કંઠ્નો પરિચય આપે કરાવ્યો..અને આ ગીત ઘણા વખત પછી સાંભળવા પણ મળ્યુ…
By: Narendra Jagtap on April 4, 2010
at 4:46 pm
Wow!!!! thanks a million to all Gujarati song and Bhajan Lovers…very much thankful to all loving people here…and yes,My Special Thanks to My dearest and sweet hearted friend Shri Dilipbhai…he did so much for me and appreciated me always…im very much thankful to him for keeping my song-Bhajan here….
By: prakash soni on April 4, 2010
at 6:45 pm
enjoyed it .. keep it up prakash bhai..
nikita
By: nikita on August 4, 2010
at 8:11 pm
Mitrata karvani koi rit nathi,
lagni o roki sake evi koi bhit nathi,
Sambandho jo sachvay sacha mann thi,
To jivan ni koi pan baazi ma Har_Jit nathi…………
By: reetu on October 1, 2010
at 6:50 am
[...] [...]
By: 2010 in review « geet gunjan on January 2, 2011
at 11:34 am
Dear Dilipbhai & Prakashbhai, Congs 2 U Both 4 your Cont 2 Gujerati Sahitya, Keep Up the Good Work, Bless U 2, Love. Jai Mahadev @ P’boro. U.K.
By: Ashwin Joshi @ P'boro on February 10, 2011
at 12:10 am
Kya Baat Hai!
By: Ashwin Joshi @ P'boro on February 10, 2011
at 12:48 pm
v nice … congrats…!!!!
By: Chetu on August 19, 2011
at 9:59 pm