Posted by: Dilip Gajjar | ફેબ્રુવારી 27, 2010

શું કહું શું શું નથી પરદેશમાં-બેદાર લાજપુરી (શ્રાવ્ય/ઓડીયો ગઝલ)

મિત્રો, ગીતગુંજન પર આપના પ્રતિભાવથી ભાવ બેવડાયો છે અને વધુને વધુ સારા ગીત ગઝલ આપ સમક્ષ લઈ આવવા પ્રેરાયો છું તો આપણે સર્વ આ જીવનપર્વ ઉજવીશું અને સ્રષ્ટાના આભારી બનીશું એ જ મનોકામના…..દિલીપની. આ પછી રજૂ કરીશ,… મનગમતું હિન્દી ગીતગુંજન અને પછી માતૃદિનની કૃતજ્ઞતા પ્રગટન માટે ખાસ ગુર્જરીગીતગુંજન !!!

હસતો ચહેરો રાખીને પરદેશમાં ફરતાં રહ્યાં,

પણ વતનની યાદથી લ્યો આંખ ઉભરાઈ ગઈ  -હારુન પટેલ

ગાયક કલાકાર હેમંત દેસાઈ સાથે એક સાંજ લેસ્ટરમાં !…

પરદેશમાં  !  Shu kahu shu shu nathi Pardeshma  ( Gujarati Ghazal/Audio)

Music by Narayan Khare, Voice by Dilip Gajjar, Lyrics by Bedar Lajpuri


શું કહું શું શું નથી પરદેશમાં

ગામડું મારું નથી પરદેશમાં

માત્ર અય્યાશીની રેલમછેલ છે

હેતનું   ટીપું   નથી  પરદેશમાં

મિલ્કતોના નામનું તું શું રડે ?

પોતિકું  છોરું નથી પરદેશમાં

કોઈપણ મતલબ વિના મળતું નથી

સ્મિત પણ ચોખ્ખું નથી  પરદેશમાં

જ્હોન પીટરથી જ માથાકૂટ છે

ગામનો   કીકુ   નથી  પરદેશમાં

કોણ ક્યાંનું, કેમ ને એવું બધું-

યાદ કંઈ રહેતું નથી પરદેશમાં

હોય વાલી કે વડીલો તે છતાં

છોકરું  બીતું  નથી પરદેશમાં

દેશમાં ‘બેદાર’ માને કોઈ ના

કે મને ગમતું નથી પરદેશમાં

-બેદાર લાજપુરી

વહાલા, સાહિત્ય સંગીત મિત્રો, આપ સમક્ષ મારા અવાજમાં રજુ કરું છું લેસ્ટરના એકમાત્ર શાયર અને મારા ગઝલગુરુની મને ગમતીલી ગઝલ, શું કહું શું શું નથી પરદેશમાં… વતનથી દૂર જઈ વસેલાને જે ઝૂરાપાનો અનુભવ છે તેવી આ ડાયસ્પોરિક રચના ગણાવી શકાય. આ ગઝલ હું બેદાર લાજપુરીને આદરસહ કૃતજ્ઞભાવે અર્પણ કરું છું જેઓનું માર્ગદર્શન મને સાહિત્યસર્જન દશ દશ વરસથી સતત મળતું રહ્યું છે… તેઓ ગુજરાતી લિટરરી ગ્રુપ ઓફ લેસ્ટર નામક સંસ્થાના પ્રેસિડેન્ટ પદ શોભાવે છે અને ગુજરાતી ભાષાકીય કવિ સંમેલનોનું સફળ આયોજન કરતા રહે છે. આશા છે આપને ગમશે તો આપ યોગ્ય પ્રતિભાવ આપી બિરદાવશો અને ન ગમે તો મને મિત્રભાવે અલગથી મેઇલ લખી સલાહસૂચન મોકલશો તો આપનો આભારી થઈશ. શોભાબેન જોષી કે જેઓ સબરસ રેડીયોના પ્રવક્તા છે તેઓએ આ ગઝલનું પ્રસારણ કરવા તત્પરતા દર્શાવી તે માટે તેમનો પણ આભાર વ્યકત કરું છું સ્થાનિક કલાકારોને નિસ્પક્ષપણે રહી પ્રોત્સાહન આપવામાં તે અલગ તરી આવે છે જે ઉલ્લેખનીય છે..
તસ્વીરમાં, હેમંત દેસાઈ ગાયક જેઓ ભારતથી પધારેલા અને તેમની એક મહેફીલ રાખેલ.ત્યારે ઉપસ્થિત લેસ્ટર અને યુ.કેના કવિઓ હાજર હતા તેમની રચનાઓ હેમંતભાઈએ ઉત્સાહથી કંપોઝ કરી ગાઈ હતી. ડાબી બાજુથી આસમાની સાડીમાં મધુબેન,બેદાર લાજપુરી, છગનભાઈ તબલાવાદક,હારુન પટેલ, અહમદ ગુલ, બ્રાઉન સ્વેટરમાં હેમંત દેસાઈ, ઈસ્માઈલ દાજી,ઈકબાલભાઈ,અદમ ટંકારવી,વસૂ ગાંધી અને બેદારનો સ્કેચ-દિલીપ ગજજર.

પ્રતિભાવો

  1. બેદારસાહેબની મર્માળી અને અતીતરાગથી તરબતર ગઝલ સહુ પરદેશીઓને ગમી જાય એવી છે. દિલીપભાઈ, તમે સરસ કમ્પોઝ કરી અને ગાઈ છે.

  2. દિલીપભાઈ ..ખરેખર લાજવાબ ..બેદાર લાજપુરી સાહેબ ને મારા અંતકરણથી વંદન !! દેશ વિયોગનો ઝુરાપો તો ખરો જ સાથે વ્હાલસોયા સંતાનો ગુમાવ્યાનો ખેદ પણ ..પરદેશના આ અરણ્યની મુસાફરી અંતે તો અફસોસની ઉંમર જ વધારતું હોય એમ લાગે છે …!! ..આપ સર્વ મહાનુભાવો એક સાથે નિહાળીને ખુબ આનંદ થયો …દિલીપભાઈ ખુબ ખુબ આભાર

  3. એટલો ત્યાં રૂપિયો ખખડી ગયો

    મન વિના મરવું પડે પરદેશમાં

  4. -બેદાર લાજપુરી, હૃદયની તડપનને એક અનોખી ખૂબીથી છલકાવી છે અને આપના

    કંઠ અને સંગીતથી અંદરના રૂહને સ્પંદીત કરવામાં આપનો

    કસબ મનને ભાવી ગયો.

    આવી પોષ્ટ દ્વારા સફર કરાવતા રહેજો.

    સૌને અભિનંદન.- દિલીપભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. wonderful…Dilipbhai You Are Great…Vatan Ni Yaad Apavi Didhi tame to…Very beautiful Singing and Song is so beautiful…Kash Hu Aap ni nazdik hot to hu pan aapani singing no labh lai shakat…My Best Wishes is always with you…Keep It up my friend..
    Subhash Upadhyay

  6. Dear Dilipbhai,
    What a composition and of course the lyrics of Bedarbhai Lajpuri. You sang really well. My congratulations. Please see my musical journey in face book. Ramnik Varu

  7. મન મળે ત્યાં મેળો. શબ્દ સ્વર અને સંગીતનું સુભગ મિલન અને પ્રસ્તુતિ મનભાવન લાગી. દિલીપભાઈ તમે બહુ જ સરસ ગાયું છે.

  8. Dear Dilip Kaka,

    It’s again beautifully sung!…..Keep it up!

    Bye
    Antriksh

  9. You sung very well Dilipbhai !! nice gazal & nice singing.. congratulations…

    Lata Hirani

  10. “શું કહું શું શું નથી પરદેશમાં
    ગામડું મારું નથી પરદેશમાં”
    પરદેશમાં રહીને અનુભવાતા દેશ માટેના ઝૂરાપાને બેદાર લાજપુરીએ સરસ રીતે વ્યક્ત કર્યો છે. આપશ્રીએ ખૂબ સરસ રીતે ગઝલ સ્વરબધ્ધ કરી છે.

  11. Namaste Dilipbhai

    We really enjoyed listening to your latest Ghazal “Shun Kahun Shun Nathi Pardeshma”. Fantastic and very appropriate lyrics by Bedar Lajpuri. Congrats.

    Hansa & Rajesh

  12. Another successful attempt, well done, Dilipbhai. Keep it up.

  13. My Fev Lines:

    શું કહું શું શું નથી પરદેશમાં
    ગામડું મારું નથી પરદેશમાં

    હેતનું ટીપું નથી પરદેશમાં

    કોઈપણ મતલબ વિના મળતું નથી
    સ્મિત પણ ચોખ્ખું નથી પરદેશમાં

    હોય વાલી કે વડીલો તે છતાં
    છોકરું બીતું નથી પરદેશમાં

    Wah Dilpibhai gr8 voice.. very nice .. I feel really proude of my self knowing ke I know you,,,

    Wah Wah once again,,, Weldone

    Jignesh

  14. Nice Rachana of Bedarbhai….and well sung by Dilipbhai….Enjoyed the Post !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Dilipbhai It is nice of to publish this as a Post ! Thanks for your visit/comment on my Blog !

  15. બેદાર લાજપુરીની લાજવાબ રચના અને એને આપના સુરે ખુબ નભાવી.
    હવે તો અમને આપના આલબમની રાહ છે!
    આપના સ્વરમાં મુકેશનો સ્વર સંતાયો છે.
    અને હા, નારાયણ ખરેની સંગીતની કરામત ખરેખર બેમિસાલ છે. એઓને પણ અભિનંદન!

    મારી આદત છે અને મારી (કુ)ટેવ મુજબ મારી એક રચના(અત્યાનુપ્રાસિકા?) રજુ કરૂં છું! તો ક્ષમા કરશો.

    પરદેશમાં વસી દેશને યાદ કર્યા કરે છે
    સર્વ સુખો વચ્ચે એ ફરિયાદ કર્યા કરે છે.

    કેમ આવ્યો, ક્યાં આવ્યો, શીદને આવ્યો
    સ્વની સાથે હંમેશ એ સંવાદ કર્યા કરે છે.

    સાંભળતો નથી ખુદનો અવાજ એ ક્યારેય
    ને અન્યોને શિદને એ સાદ કર્યા કરે છે?

    ભુતને કદી વિસરી નથી શકતો વર્તમાનમાં
    આ જીવતર બસ એ બરબાદ કર્યા કરે છે.

    ફર્યા કરે હવેલીમાં, કોરો રહે એ હેલીમાં
    ડોલર/પાઉંડનો એ વરસાદ કર્યા કરે છે.

    ભલે નથી સાંભળતું કોઈ આ ‘નટવર’ને
    એની તો આદત છે,એ નાદ કર્યા કરે છે.

  16. wow…..Dearest Dilipbhai…ur voice is just superb sir…im really surprised ..u r amazing sir..and this Gujarati Ghazal would have never been like this much emotional without ur voice..AAp na hriuday na undan thi gavayeli aa ghazal ek khubaj asaras rachna chhe..heard for 4 times…gr8 work sir..

  17. Dear Dilip,

    let me know this “Bedar Lajpuri’s life in “Vatan” I mean in India, where is he belongs to….when….
    His sketch drawn by you is very good!!
    in which village/city he was living? (India).

    Regards

    Paresh Gajjar (Ahmedabad, India)

  18. દિલીપ્ભાઈ હમણા ભારત જઈને આવી તમારૂ ગિત હૈયે જઈને વાગ્યુ.આભાર આ ગઝલ માટે..બેદાર સાહેબ ને મારાં સલામ !!બિજા હ્રદયની વાત સરળતાથી કહિ ગયા..તમારો અવાજ હ્ર્દય સ્પર્શી હમેશની જેમ…આભાર
    સપના

  19. Tearful,simply gr8.

  20. […] શું કહું શું શું નથી પરદેશમાં-બેદાર લા… February 201019 comments 3 […]


Leave a reply to HANSA RAJESH MEHTA જવાબ રદ કરો

શ્રેણીઓ