Posted by: Dilip Gajjar | માર્ચ 6, 2010

દિવસો જુદાઈના જાય છે (Audio) ગાયનઃ દિલીપ ગજજર.

મિત્રો, આજે આપની સમક્ષ રજુ કરું છું સૂરત શહેરના શાયર ગની દહીવાલાની ગઝલ મૂળ મહમદ રફીના કંઠે ગવાયેલ તથા સ્વરકાર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય
આશા છે આપ સહુ પ્રતિભાવથી વધાવશો.આ ગીત મને ગમ્યુ તેથી ગાયુ ,આપને પણ ગમતુ હશે તો ચાલો ગમતા ગીતોનું ભાવથી ગીતગુંજન કરીએ,…. કોયલના ટહુકાને,માછલીના તરવાને, માતાના હાલરડાને, પ્રેમીના પ્રેમને આપણે પ્રોફેશનલ કહીએ છીએ ?….
મિલન મધુર હોય છે વિદાય વસમી.. તે વિદાય પછી બાળકને માતાની,પ્રિયને પ્રિયતમની અને ભક્તને ભગવાનની વિદાઈ કે અંતર ખુબ કઠે છે જીવન પણ જીવ શીવથી અલગ થયાની જુદાઈ છે તેમ શાસ્ત્રો કહે છે. અંગ્રેજીમા કહ્યુ છે કે , ડીપાર્ટીગ ઈસ ઓલ્વેઝ સોરો પણ અહી કવિ વિદાય ના દિવસો જ મિલન સુધી લઈ જશે તેમ વિધાયક વાત કહે છે જેમ સંસ્કૃતમાં પણ કહેલ છે કે વિપ્રયોગાઃ સંપ્રયોગઃ અર્થાત વિયોગ છે તો ઐક્ય પણ છે અને માતા કુન્તી પણ પાંડવો પર આવી પડેલા દુઃખ માટે કહે છે, વિપદાઃ સન્તુ ન સશ્વત, અર્થાત દુઃખ છે પણ શાશ્વત નથી…તો આવો માણીએ ગની દહીવાલાની વિખ્યાત ગઝલ…
Divaso Judaina Jaay Chhe….
Sang by Dilip Gajjar, Music Provide by Prakash Soni,
Lyrics Provided by Daxesh(mitixa.com)
CROCUS – a small early spring flower picture taken from my garden

મુક્તક

ચન્દ્ર  પણ  ખોવાય  ગયો ત્યાં  ચાંદનીનો શું  પતો

તારા  વિના  સૂર્ય   જેવું   કઈ  પણ   ઉગતું  નથી

તુજ મિલનની પળમહી  અસ્તિત્વના ઉત્સવ  થતા

તુજ વિણ જિવવું તો શું મરવું ય પણ  ગમતું  નથી

-દિલીપ ગજજર

દિવસો  જુદાઈના  જાય છે,  એ જશે જરૂર મિલન  સુધી:

મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી.

ન ધરા  સુધી, ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,

અહીં  આપણે  તો  જવું  હતું,  ફકત એકમેકના મન સુધી.

છે  અજબ  પ્રકારની  જીદંગી, કહો  એને પ્યારની જીદંગી ;

ન રહી શકાય  જીવ્યા  વિના, ન ટકી શકાય  જીવન  સુધી.

હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના  ચમન સુધી,

ન ધરાની હોય  જો સંમતિ,  મને લૈ  જશો ન ગગન  સુધી.

તમે  રાંકનાં છો રતન સમાં, ન મળો  હે  અશ્રુઓ  ધૂળમાં,

જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી.

તમે  રાજરાણીનાં  ચીર  સમ,  અમે  રંક  નારની  ચૂંદડી !

તમે તન પર રહો ઘડી-બેઘડી, અમે સાથ દઈએ કફન સુધી.

જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા  કરી;

કોઈ શ્વાસ  બંધ  કરી ગયું, કે પવન ન  જાય  અગન  સુધી.

– ગની દહીંવાલા

Advertisements

Responses

 1. સુંદર પ્રયાસ. શરૂઆતનું પઠન થોડું સુધારી શકાય.
  પ્રખ્યાત થઈ ગયેલી ગઝલ ગાવાના ફાયદા અને ગેરફાયદા – બંને છે. ફાયદો એ છે કે લોકોને એના શબ્દ ખબર હોય એથી સાંભળવાની ઉત્કંઠા અવશ્ય થાય. ગેરફાયદો એ છે કે આ અગાઉ જેમણે ગાઈ હોય તેની સાથે જાણે અજાણે સરખામણી થાય. એથી પ્રખ્યાત થયેલ કૃતિઓની સાથે નવી રચનાઓ પણ મૂકતા રહો તો શ્રોતાઓને પણ લાભ થાય. શુભેચ્છાઓ.

 2. મુક્તક
  ચન્દ્ર પણ ખોવાય ગયો ત્યાં ચાંદનીનો શું પતો
  તારા વિના સૂર્ય જેવું કઈ પણ ઉગતું નથી
  તુજ મિલનની પળમહી અસ્તિત્વના ઉત્સવ થતા
  તુજ વિણ જિવવું તો શું મરવું ય પણ ગમતું નથી
  -દિલીપ ગજજર

  કલ્પના અને શબ્દ માધુર્ય કસબભરી રીતે આપે મઢી દિધું.

  આદરણીય ગનીવાલાની સદાબહાર રચના માણવાની મજા આવી.

  આપના ભાવ તેજ રીતે લયમાં ઝૂમેછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Dilip bhai ….khub saras ..aanand aavi gayo …khub khub aabhar…rasasvad khub prabhaavak…aabhaar

 4. ચન્દ્ર પણ ખોવાય ગયો ત્યાં ચાંદનીનો શું પતો
  તારા વિના સૂર્ય જેવું કઈ પણ ઉગતું નથી
  તુજ મિલનની પળમહી અસ્તિત્વના ઉત્સવ થતા
  તુજ વિણ જિવવું તો શું મરવું ય પણ ગમતું નથી

  nice Muktak bhai….gazal — maja aavi

 5. ખૂબ સરસ…

 6. Wah! Very Very Beautiful Dilipbhai…Chhaa Ye Jaa Rahe Ho!…Really Enjoyed…Beautiful Music…Beautiful Voice And SInging…And Words are very nice….Keep It Up…My BEst Wishes With You My Dear Friend….Just Aage Badhey Jao…
  Subhash Upadhyay

 7. દીલીપભાઇ… ભાઇ તમારો કંઠ તો સુમધુર છે… અને તેમાં પણ પાછી ગનીસાહેબ ની લાજવાબ રચના આપે ગાઇ..તો મઝા કેમ ન આવે ! બહોત ખુબ… અભિનંદન

 8. Enjoyed.

 9. Dear Dilipbhai,
  wow!! what a gr8 attempt…my favourite Ghazal..u sung this very nicely and words are all very clear and so emotional effects u given to this…keep it up SIR…
  Prakash Soni.

 10. દિલીપભાઈ – “દિવસો જુદાઈી ના જાય છે”, બહુ જ સરસ રીતે ગાય છે. આપણો બહુજ આભાર તમારી લિંક મોકલવા બદલ. હંસાઅને રાજેશ મેહતા.

 11. very beautiful dilipbhai…….

 12. વાહ દિલિપભાઈ સૌથી પહેલા અભિનંદન નવા બ્લોગ માટે મે આગઝલ રફિના અવાજમા સાંભલેળિ હવે તમારા અવાજમા !!!મુબારક તમારો અવાજ હ્ર્દયને સ્પર્શી ગયો..
  સપના

 13. દિલીપભાઈ
  મને જાણકારી મુજબ આ ગીત મુકેશના કંઠે ગવાયુ છે.તો ક્લિયર કરશો.તમારા અવાઝ મા સરસ ગવાયુ છે.મૂળગાયકી સાથે સરખામણી ન કરી શકાય તમારા અવાજમાં બંધ બેસે છે . મને સાંભળવાનુ ગમ્યુ. દર્દ સાથે ગાઈ શકવાની ક્ષમતા રાખો છો.
  વિનંતિએ કે મારા બ્લોગ પર નવી વાર્તા મૂકેલ છે.
  રીડ્ગુજરાતી પર મારી બીજી એકવાર્તા સંવેદના આજકાલ વાચકોને પસંદ પદેલ છે .તો વાચશો.
  કિર્તિદા
  Original song Sung by Mohamad Rafi.

 14. Wow Great,
  Gani Dahiwala ni famous ghazal
  ane dilipbhai aapno swar…
  maja aavi gai….

  congrets

  vijay rohit
  sub editor, feelings magazine
  baroda.

 15. what a sweet voice!!!!gr8

 16. Sundar ! Ati Sundar !
  Enjoyed !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: