Posted by: Dilip Gajjar | માર્ચ 13, 2010

કોણ આપી કોળિયો પોષી શકે ? માતૃગુંજન

Gujarati Song- Kon Aapi Koliyo Poshi Shake, Sang by Dilip Gajjar & Roshani Shelat, Music by Narayan Khare,Lyrics and Shanta Ma’s Sketch by Dilip Gajjar

મિત્રો, માતૃદિન નિમિત્તે ખાસ આ ગીત રજુ કરુ છું  આશા છે ગમશે….


પ્રભુની  શોધમાં કંઈ કેટલા  વનવન ગયા

પથિક  ને પંથની પંચાતમાં  જીવન  ગયા

અમે મંદિર સુધી પણ ના ગયા ઘરને તજી

કરીને  માતના  દર્શન  બહુ  પાવન  થયા

*******

કોણ  આપી કોળિયો પોષી  શકે ?

કોણ  મીઠું મા  સમુ બોલી  શકે ?

વિશ્વમાં સ્ત્રીઓ  ઘણી સુંદર દિશે

પ્યાર માનો  ક્યાં બધી આપી શકે

મુક્તિ  કે  ના  ઈશદર્શન  માંગતો,

બાળપણ  મારું  ફરી  લાવી  શકે

વિશ્વનું ધન ખર્ચતા મા નહિ મળે

કોણ  મમતા  માતની  તોલી  શકે

તે  છૂપો છે  શોધતા  થાકી  જશો

મુખડે   માના  પ્રભુ  ભાળી  શકે

ઋણ  કાજે  એક  આંસૂ  ભાવનું

બાળ  બીજુ  શું તને  આપી  શકે

તું વતનથી દૂર ‘દિલીપ’ છો ગયો

હાંક   તેની  પાસ  બોલાવી  શકે

-દિલીપ ગજજર

રાખતી એ કોખમાં નવ માસ છે
સીંચતી લોહી દર્દ વેઠે જ છે
દૂધ પોતાનું જ ધવડાવે મને
જીંદગી ભર પ્રેમથી પોષે જ છે

Jagdish Christian

તે  ચમક  તારાને અર્પી   સૂર્યને   દીધો  પ્રકાશ

ચન્દ્રને  પણ તેજ દેવામાં નથી રાખી  કચાશ

ઓ પ્રભુ મુજને નથી તેની કોઈ ઈર્ષા કે આશ (પણ)

એક  ઈચ્છા છે કે મારી માનું મુખડું જોઈ  લઉ

-આસીમ રાંદેરી


Advertisements

Responses

 1. દિલીપભાઈ,
  મધર્સ ડે મુબારક !!આનાથી વધારે માને શ્રંધાજલી બીજી કઈ હોય?તમારો માતૃપ્રેમ આખી ગઝલંઆ ઉભરાય છે રોશનીબેન અને તમારા અવાનો સુમેળ સરસ છે!!આવા ગિતો ગાતા રહૉ..ફરી એકવાર તમારાં માતૃપ્રેમને વંદન!!
  સપના

 2. વાહ દિલીપભાઈ,
  પ્રથમ તો માનો આપનો સ્કેચ ખુબ સુંદર. માનો રૂઆબ, માનો પ્રેમ, હુંફ સીધે સીધી આપની પેન્સિલે સીધે સીધો ઉતર્યો છે અહિં.

  મા! એક શબ્દનો જપ બસ જપ્યા કરીએ તો પણ જિંદગીનો બેડો પાર થઈ જાય. એના પ્યારની સરવાણીમાં ભીંજાયા કરીએ તો ય કોરા કોરાને રહીએ.
  મારી પત્નીને જ્યારે મા બની દીકરીઓ સાથે વાત કરતી નિહાળું ત્યારે એક અદભુત દૃષ્ય નિહાળતો એવી અનુભૂતિ કાયમ થાય.
  આપના અને રોશની બહેનના સુરમાં મમતાની મીઠાશ છે, તો નારાયણભાઈની તરજ અને સંગીત રચના માને અર્ચનાને ચાર ચાંદ લગાવે છે.

 3. ‘પ્રભુની શોધમાં કંઈ કેટલા વનવન ગયા,

  પથિક ને પંથની પંચાતમાં જીવન ગયા.

  અમે મંદિર સુધી પણ ના ગયા ઘરને તજી,

  કરીને માતના દર્શન બહુ પાવન થયા’

  માતૃત્વની મહત્વતા સમજાવતી, આનાથી વધારે માને શ્રંધાજલી

  બીજી કઈ હોય?

  Rajendra Trivedi,

  http://www.bpaindia.org

 4. તું વતનથી દૂર ‘દિલીપ’ છો ગયો
  હાંક તેની પાસ બોલાવી શકે.

  બહુ મજાની વાત કરી દિલીપભાઈ. સુંદર ગીત…. સાંભળવાની મજા આવી.

 5. Enjoyed it. You have said in melodious words what a bunch of flowers cannot say on Mothers Day.

 6. શ્રી દિલીપભાઈ
  modhars day ની આ ભેટ બહુજ ઉમદા છે…માં તે માં છે…પૂછો એ લોકોને જેને પોતાની માં ગુમાવી છે….માં અને બાપ માટે તો આપણે જેટલું કરીએ એટલું ઓછું છે…
  કવિતા માં લખેલા એક એક શબ્દ સાચા છે….મી modhars day માટે “યે તો સચ હૈ કે ભગવાન હૈ” ગયું છે..વીડિઓ રેડી છે બહુ જલદી અપલોડ કરીશ…આ સાથે મુકેશ જી નું એક “સોંગ છોડો કલ્કી કી બાતે કાલ કલ્કી બાત પુરાની” માતૃ ભૂમિ મારા દેશ ભારત માટે ગાયું છે. આશા રાખું છું કે આપ ને એ પશંદ આવશે
  સુભાષ ઉપાધ્યાય

 7. You and Roshani Ji sang this song so nicely…maa ki yaad diladi…what a wonderful performace…music is fantastic…very well co-ordiation and chemestry…
  I really enjoyed
  Thanks For Uploading this song
  Keep It Up…
  Congratulations! to both of you..
  Subahsh Upadhyay

 8. વિશ્વનું ધન ખર્ચતા મા નહિ મળે
  કોણ મમતા માતની તોલી શકે……
  Dilipbhai….Happy Mother’sDay ( it is the Mother’s Day in UK….but in USA we have wait longer).
  DR. CHANDRAVADA MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you & your Readers on Chandrapukar Blog for MITRATA Posts (3 of them ) !

 9. મા તે મા બીજા બધા વગડા ના વા… ઉમદા વિષય ની પસંદગી કરવા બદલ ધન્યવાદ…

 10. Happy mothers’ day.

  સંવેદનશીલ રચના.

 11. Dear Dilip Kaka,

  Waah!….great at singing, lyrics and even what a brilliant sketch!!

  Thats impressive! Keep to up.

  Best Wishes,
  Antriksh

 12. કોણ આપી કોળીયો પોષી શકે
  કોણ મીઠું માં સમું બોલી શકે
  sundar..

 13. પ્રભુની શોધમાં કંઈ કેટલા વનવન ગયા
  પથિક ને પંથની પંચાતમાં જીવન ગયા
  અમે મંદિર સુધી પણ ના ગયા ઘરને તજી
  કરીને માતના દર્શન બહુ પાવન થયા

  *******
  શ્રી દિલીપભાઈ

  માની મમતા સાચેજ આપે શ્બ્દ દ્વારા ઝીલી,પ્રગટાવી

  અને દિલમાં રમી ગઈ.

  આવા કવન લાગણી ભીંના હદયમાંથી વહે ત્યારે

  પુનિત પ્રકાશ ખીલી ઊઠેછે.

  આપની આ રચના અનોખી અને ભાવ ભરી છે.

  ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 14. વિશ્વનું ધન ખર્ચતા મા નહિ મળે
  કોણ મમતા માતની તોલી શકે

  આમ તો મધર્સ-ડે મે મહિનામાં આવે છે પણ ખરેખર તો એ રોજ ઉજવવાનો દિવસ છે. સરસ રચના.

  રાખતી એ કોખમાં નવ માસ છે
  સીંચતી લોહી દર્દ વેઠે જ છે
  દૂધ પોતાનું જ ધવડાવે મને
  જીંદગી ભર પ્રેમથી પોષે જ છે

  (Very Good Muktak Jagdishbhai,
  U.S. Mothers Day & U.K’s MD on different Day
  -Dilip)

 15. nice one keep it
  jakkas che..
  shilpa.

  http://zankar09.wordpress.com/
  http://shil1410.blogspot.com/

 16. To day Tulsidal is putting your link for surfers to enjoy your poems in your voice.
  Specially one we are thinking for our Mom.

  Trivedi Parivar thanks you and your Blog Geet Gunjan with your voice to reach the world.

  Rajendra Trivedi,M.D.
  Editor
  Tulsidal
  http://www.bpaindia.org

 17. પાચ વરસ થી મારી માં ને જોઈ નથી.ફોન પર વાતો કરી લઉં છું.મને રડાવી દીધો યાર તમે તો.

 18. માં ની મમતા નો કોઈ મોલ નથી ,
  તેના જેવું તો કોઈ અનમોલ નથી,
  ચૂકવી નહિ શકીએ તેનું કોઈ ઋણ,
  સક્ષમ છતાં આપનો કોઈ મોલ નથી …..
  દિલીપભાઈ આપણી રચના બહુ જ સરસ છે .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: