Posted by: Dilip Gajjar | એપ્રિલ 2, 2010

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું -ગીતગુંજન પ્રકાશ સોની

Dilip Gajjar Presents with Muktak
Gujarati Song : Maitribhav nu Pavitra Zaranu
Singer : Shri Prakash Soni
Photo by Dilip Gajjar
પ્રિય સાહિત્ય અને સંગીત પ્રેમીઓ અને મિત્રો માટે રજુ કરુ છું, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું ……
આશા છે આપને ગમશે તો પ્રતિભાવથી વધાવશો.
શ્રી પ્રકાશભાઈ સોની એક મુંબઈ સ્થીત ઉમદા ગાયક કલાકાર છે વ્યવસાયે વ્યસ્ત બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર હોવા છતાં તેઓ કલબ પાર્ટી અને મહેફીલોમાં ગુજરાતી ગીત સંગીતની મફેફિલ જમાવે છે અને પોતે ક્લાસિકલ મ્યુઝીક પણ જાણે અને મેન્ડોલીન,ગીટાર તથા તબલાવાદક પણ ખરા, આ બધાથી વિષેષ તેઓ અચ્છા પવિત્ર હદયના માણસ છે અને મળતા જ ગમી જાય તેવું વ્યક્તિત્વ ધરાવે છે. તેમને પ્રગતિ માટે ખુબ ખુબ અભિનંદન.

હૃદયમાં ભાવ ને સહકારની  વૃત્તિ  સુહાની છે

સૂરીલા ગીત પણ લલકારતા સંગત મજાની છે

તે બાંધે ઘર, સજાવે બાગ, હીરા પારખી જાણે ,

થયા  જે  મિત્ર મારા નામથી પ્રકાશ સોની છે

-દિલીપ ગજ્જર

ઓરડામાં એકાદ  ચિત્ર  હોય  પુરતું  છે

જીવનમાં એક સરસ મિત્ર હોય પુરતું છે

મીલાવ હાથ ભલે  સાવ  મેલોઘેલો  છે

હદયથી આદમી  પવિત્ર  હોય  પુરતું છે

-રાજેશ મિસ્કીન

મૈત્રીભાવનું  પવિત્ર  ઝરણું  મુજ  હૈયામાં   વહ્યા  કરે

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

ગુણથી  ભરેલાં  ગુણીજન  દેખી  હૈયુ  મારું  નૃત્ય  કરે

એ  સંતોના  ચરણમળમાં  મુજ  જીવનનું  અર્ધ્ય  રહે

-ચિત્રભાનુ

હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..

-Nisha Soni

Shri Prakashbhai Sony Says to all,

Wow!!!! thanks a million to all Gujarati song and Bhajan Lovers…very much thankful to all loving people here…and yes,My Special Thanks to My dearest and sweet hearted friend Shri Dilipbhai…he did so much for me and appreciated me always…im very much thankful to him for keeping my song-Bhajan here….

Advertisements

Responses

 1. દિલીપભાઇ,
  મૈત્રી વિશે સરસ મુકતક અને ગીત લાવ્યા.આભાર.
  મીલાવ હાથ ભલે સાવ મેલોઘેલો છે,
  હ્રદયથી આદ્મી પવિત્ર હોય પુરતું છે.અને પ્રકાશ્ભાઈને અર્પણ મુકતક ખુબ સરસ છે.ગીત ગુંજન માટે આભાર!!!
  સપના

 2. દિલીપભાઇ
  તમારું મુક્તક ગમ્યું અને પ્રકાશભાઇનું ગાવું ગમ્યું.

 3. ઓરડામાં એકાદ ચિત્ર હોય પુરતું છે
  જીવનમાં એક સરસ મિત્ર હોય પુરતું છે
  સરસ વાત કરી. વ્યક્તિને મા-બાપ કે અન્ય સગા-વહાલા જેવાકે કાકા-મામા-માસા-માસી-ફૈઈ-ફુઆ ભાઈ કે બહેન કોઈ પસંદ કરવાનો અધિકાર નથી તે જન્મ સાથે મળે છે. હા બહુ બહુ તો પોતાનો/પોતાની જીવનસંગીની/જીવનસાથી પસંદ કરી શકે પણ ઈન-લોસ તો આપો આપ મળી જાય છે. માત્ર મિત્ર પસંદ કરવાની તેને તક મળે છે અને ત્યારે આપે ઉપરની પંક્તિમાં કહ્યું તેમ જીવનમાં એક સરસ મિત્ર હોય પૂરતું છે.
  ધન્યવાદ !
  સ-સ્નેહ

  અરવિંદ

 4. મજાની રજુઆત, ખુબ ગમ્યું.

 5. During these Easter Holidays I really enjoyed શ્રી પ્રકાશ સોનીના કાંઠે ગવાયેલ , મૈત્રીભાવનું પવિત્ર ઝરણું . Congratulation to Prakash Soni & girls accompanying him.Musical composition is superb which is 100 times better than todays Halla Gulla meaningless hindi film songs.
  Dilip I believe your Geet Gunjan site is becoming very popular day by day. Continue the good work.

  Siraj Patel “Paguthanvi”
  Secretary- Gujarati Writers’Guild UK (Estd 1973)

 6. sundar! Dilipbhai, Prakashbhai.

  Mahendra.
  http://www.isaidittoo.com

 7. મૈત્રીનું મહાત્મ્ય કરતી ત્રણે રચનાઓ સુંદર છે. પ્રકાશભાઈએ એવોજ સુકોમળ ન્યાય આપ્યો છે. એક નવા અવાજના પરિચય બદલ આભાર.

 8. કઈંક આવું જ વાંચવા સાંભળવા ઈંતજારી હોય અને

  સામેથી આવે ત્યારે દિલ દઈ સાંભળવાની જે મજા આવે છે

  એ કેમ કરી શબ્દોમાં વર્ણવવી?

  શ્રી દિલીપભાઈ ,શ્રી રાજેશભાઈ ,શ્રી પ્રકાશભાઈ ત્રિમૂર્તિ

  બની સૌને મજાથી ભરી દીધા.ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 9. Namaste Dilipbhai and Prakashbhai

  Congratulations for publishing Prakashbhai’s “Maitri Bhavnu Pavitra Jharnu” on Geetgunjan. I totally agree with Dilipbhai’s intro on Prakashbhai. He’s such a gem of a person!

  Very well rendered. Really enjoyed this Bhajan.

  Hansa & Rajesh

  • Dear Hansaben…Thank YOu very much for such lovely comment and all ur kindness!!

 10. Very good singing Prakash!! Congratulations!! I really feel proud and privilege to be yr friend!! a small note on that:

  હોય તેવા દેખાવાની, લાગે તેવુ દર્શાવવાની,
  થાય મહેસુસ તે બોલવાની, કહેવું હોય તે કહેવાની,
  કરવું હોય તે કરવાની, માથે ગગન ઉઠાવવાની,
  ભીની લાગણીએ ભીંજાવાની, વગર બોલે સમજવાની,
  પહેરો વાતો કરવાની, વાત-વાતમાં હસવાની,
  હસતા-હસતા રડવાની,ન કોઇ કારણ આપવાની,
  છુટ જ્યાં આમ જીવવાની, મૈત્રી ત્યાં મહેકવાની…..

  નીશાજી આપની કવિતા ખુબ જ ગમી..મૈત્રિભાવની લાક્ષણીક્તાઓ આપે બધી કહી દીધી….
  અભિનંદન આપના મૈત્રિભાવને
  અને ગીતગુંજનમા પધાર્વા બદલ પણ આભાર.-dilip

  • Dearest Nisha,
   thanks a lot for all ur heartiest wishes…. You always been very good listener of my songs..all credit goes to Shri Dilipbhai..

 11. ખુબ સરસ …દીલીપભાઇ.. એક નવા કંઠ્નો પરિચય આપે કરાવ્યો..અને આ ગીત ઘણા વખત પછી સાંભળવા પણ મળ્યુ…

 12. Wow!!!! thanks a million to all Gujarati song and Bhajan Lovers…very much thankful to all loving people here…and yes,My Special Thanks to My dearest and sweet hearted friend Shri Dilipbhai…he did so much for me and appreciated me always…im very much thankful to him for keeping my song-Bhajan here….

 13. enjoyed it .. keep it up prakash bhai..

  nikita

 14. Mitrata karvani koi rit nathi,
  lagni o roki sake evi koi bhit nathi,
  Sambandho jo sachvay sacha mann thi,
  To jivan ni koi pan baazi ma Har_Jit nathi…………

 15. […] […]

 16. Dear Dilipbhai & Prakashbhai, Congs 2 U Both 4 your Cont 2 Gujerati Sahitya, Keep Up the Good Work, Bless U 2, Love. Jai Mahadev @ P’boro. U.K.

 17. Kya Baat Hai!

 18. v nice … congrats…!!!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: