Posted by: Dilip Gajjar | જુલાઇ 23, 2010

એક જેને સૌ વિવિધ નામે પુકારે કોણ છે ?

મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું સ્વરચિત ગઝલ..પ્રત્યેક માનવને આવો પ્રશ્ન મનમાં ઉઠે જ કે આ બધાનો સર્જનહાર કોણ હશે ..આમ માત્ર મહાન પુરુષો ઋષિ કે સન્તોને જ  થાય તેમ નથી,.. સહજ છે ..જેમ કેનોપનિષદમાં केनेषितां पतति प्रेषितं मनः, केनेषितांवाचमिमां वदन्ति આમ પ્રશ્નોની ઝ્ડી વરસી છે..ભલે સમ્પૂર્ણ જવાબ ન મળે પણ જે વિસ્મયથી પ્રશ્ન ઉઠે અને તેની કદર કે સ્તૂતી થાય તે મનને ઘણૂં જ સારુ લાગે છે એક કવિ મિત્રે કહેલું યાદ છે,અલહમદુલઈલ્લાહ અર્થાત બધી તારીફ તેના માટે !!! આશા છે રોશની શેલતના કંઠે ગવાયેલ આ ગીત આપને ગમશે..સંગીતે મઢ્યું છે નારાયણ ખરેએ તેમના કોરસ સ્ટૂડીઓમાં.-દિલીપ ગજજર

એક જેને સૌ વિવિધ નામે પુકારે કોણ છે

એક  માટીના  જુદા ઘાટ ઘડાવે કોણ છે

શોધવાને,  ચાહવાને,  પામવાને  એકને

સૌ  કરે છે બંદગી જુદા પ્રકારે  કોણ  છે

કોઇપણ  કૃતિ કરો  ઈચ્છા  પ્રથમ  કરવી  પડે

ઊંઘ માં ઇચ્છા નથી તો પણ જગાડે કોણ છે

તું  જમે  પકવાન, સુંદર  દેહને  સંભાળવા

આપવા શક્તિ તને ભોજન પચાવે કોણ છે

લાખ છે ઉપકાર તોયે કઈ ન બદલો માંગતો

બોઝ તુજ ઉપાડતો  જીવન ચલાવે કોણ  છે

જૂઠ, જૂલ્મો, પાપ-પૂણ્યો, છૂટ છે કઈ પણ કરો

કર્મના  ફળ   આપતો  કરુણા  વહાવે   કોણ  છે

જન્મ-મૃત્યુ, યુદ્ધ, શાંતિ, ભૂખ, ધરતીકંપ ને

સુખદુ:ખોમાં   હસાવે   ને  રડાવે  કોણ   છે

કોણ  જાણે માનવી માનવ ખરો ક્યારે  થશે

એજ આશે આજ તક સૃષ્ટિ સજાવે કોણ છે

-દિલીપ ગજજર

Advertisements

Responses

 1. દિલીપભાઈ ઈશ્વરની બંદગીનું આ સરસ ઉદાહરણ છે..
  જન્મ-મૃત્યુ, યુદ્ધ, શાંતિ, ભૂખ, ધરતીકંપ ને
  સુખદુ:ખોમાં હસાવે ને રડાવે કોણ છે…આકાર ક્યાં છે?
  ઈશ્વરને શોધવો હોય તો તારામાં શોધ કે તુ જ પરમાત્માનુ રુપ છે..અભિનંદન રોશનીબેનનો અવાજ અને ખરે સાહેબના સંગિતનો સુમેળ થયો છે
  સપના

 2. કોણ જાણે માનવી માનવ ખરો ક્યારે થશે
  એજ આશે આજ તક સૃષ્ટિ સજાવે કોણ છે
  >>>>>>>>>>>>>>>>>.>>>>>>>Dilipbhai…Nice Rachana ! So many proofs of GOD…yet, MANAV keeps asking for more & keeps thinking that he “self” is the DOER….Only when MANAV realises that HE (GOD) is the DOER, MANAVTA within is rekindled…DARKNESS vanishes !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai Thanks for your visit to Chandrapukar !

 3. કોણ જાણે માનવી માનવ ખરો ક્યારે થશે
  એજ આશે આજ તક સૃષ્ટિ સજાવે કોણ છે
  rachna ghanij sundar chhe..
  maja aave gai…

 4. શબ્દોના સર્જક શ્રી દિલીપભાઈને તથા સૂર અને સંગીત આપનાર કલાકારોને અભિનંદન.
  શ્રી રામકૃષ્ણ પરમહંસનો સંદેશ પણ આ જ છે. The Gospel of Sri Ramakrishna ઓન લાઇન વાંચોઃ http://www.ramakrishnavivekananda.info. એ વેબ સાઈટ પર ગોસ્પલનો એક ભાગ હિંદીમાં પણ છે.

 5. શ્રી દિલીપભાઈ,
  બહુજ સુંદર રચના..સાંભળવા ની બહુજ મજા આવી…શ્રી નારાયણ ખરે સાહેબ નુ સંગીત ખરેખર ખૂબ સરસ છે..રોશની બેન નો અવાજ મધુર છે. દિલીપભાઈ તમારો પુરુષાર્થ કાબીલે તારીફ છે..
  રામ કૃષ્ણ હરિ..
  પ્રકાશ સોની.

 6. shabdo khubaj sunder chhe,enjoying ….

  samay na chakro tani to maall tute chhe,
  Aapnna ma aapnuy vahal khute chhe vali,

  ek jan bhulo padelo chhe smaran na nagar ma,
  ek jan pag thi khareli bhaall lute chhe……..
  .


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: