Posted by: Dilip Gajjar | ઓક્ટોબર 21, 2010

સ્મરણો લાવશે -‘સપના’વિજાપુરા

મિત્રો, આપની સમક્ષ રજુ કરું છું ..કવયિત્રી બાનુમા વિજાપુરા ઉર્ફે ‘સપના’ની એક ગઝલ તેમના સંગ્રહ ખૂલી આંખના સપનામાંથી સાભાર, હાલ તો આ રેડી ટ્રેક પર ગવાયું છે અન્ય જુદી તર્જ અને સંગીત તૈયાર થતા નવીન અને મૌલિક રજુ કરીશ તેવી શુભેચ્છા સહ,.. થોડા સમય પૂર્વે ડિઝાઈનર તરીકે તેમના સંગ્રહનું મને ડીઝાઈન અને પ્રિન્ટીંગ કાર્ય સોંપાયેલ અને ઘણા મિત્રોએ તે નવાજ્યું અને વખાણ્યું તેનો મને પરિતોષ છે, આ ગઝલ શરીફ્ભાઈ તથા બાનુમા વિજાપુરા આપ બેઉને સાદર અર્પણ-દિલીપ ગજજર

સ્મરણો લાવશે

મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે
ફૂલની ફોરમ ચમન તારા જ સ્મરણો લાવશે

ચાંદની આ રાત ભીંજાતા તડપતા એ ચકોર
રૂપની નદીનું વહન તારા જ સ્મરણો લાવશે

સાંજના ગુલાબી અજવાળા મજાના એ છતાં
આભના શ્યામલ ગગન તારા જ સ્મરણો લાવશે

છે હવામાં ગુંજતો પંખીનો કલરવ પ્રિયતમ,
પ્રેમગીતોના સુમન, તારા જ સ્મરણો લાવશે

રેતના પગલા સ્મરણને હચમચાવી નાંખશે
રેત પરનું નામ સજન તારા જ સ્મરણો લાવશે

આંખ જો મારી હવે પલભર મળે તો પ્રિયતમ
આજ ‘સપના’ ના નયન, તારા જ સ્મરણો લાવશે

-‘સપના’વિજાપુરા

Advertisements

Responses

 1. સદાય સ્મરણોમાં રહેવા સર્જાયેલી ગઝલોમાંની એક, અને એના સંગીતમાં મઢેલા આકર્ષક સ્વર.
  – – ગિરીશ પરીખ
  બ્લૉગઃ http://www.girishparikh.wordpress.com

 2. દિલીપભાઈ મે અને શરિફે તમારા કંઠે ગવાયેલી મારી ગઝલ સાંભળી ઘણો જ મધૂર અવાજ અને તર્જ પણ સરસ થઈ છે..તમારાં કંઠે મારી બીજી ગઝલોનો ઈન્તેઝાર રહેશે..
  સપના અને શરિફ

  • Bhabhi,

   I hear your Ghazal and it was so sweet to hear in Dilik Bhai’s Voice. It was really beautifully sang and dubbed. Excelent work by you and singer.. congratulation..

   Santosh Bhatt

 3. Sri Dilbhai

  Tamari yad ave tyare Ava tamararecordkarela

  Kvyo play karine anadlahisakay ….

  Khubaj saras rajuatkari…..Kagdanekanthe…..

  ( tamne kokil kanthna kahinasakaynemate )

  Bahujsaras …..Hasta Hasta…lejo…

  Video chet dellma sundayna karisu ?

  Laxman

 4. સુંદર! દિલીપભાઈ.
  Enjoyed. સપના વિજાપુરા એટલે સપનાબહેન મૂળ વિજાપુરના? ( જીલ્લો મહેસાણા) હું એની જોડેના ગામ સરદારપુરાનો છું!

  મહેન્દ્ર.
  Thanks Mahendrabhai.
  Your Cartoon work is superb !

 5. મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે
  ફૂલની ફોરમ ચમન તારા જ સ્મરણો લાવશે

  છે હવામાં ગુંજતો પંખીનો કલરવ પ્રિયતમ,
  પ્રેમગીતોના સુમન, તારા જ સ્મરણો લાવશે

  .. વાહ મજાની ગઝલ અને સુંદર સ્વર … અભિનંદન સપનાબેન અને અભિનંદન દિલીપભાઈ.

 6. સપના બેનની આ ગઝલના શબ્દોમાં જેટલી મધુરતા છે તેટલી જ સરસ રીતે સ્વરાંકન થયું છે.
  આપની આ ગઝલ ગાયકી નીખરતી જ જાય છે અને ગમે છે.શ્રી દિલીપભાઈ આપના આ
  કૌશલ્યની સુગંધ સદા રેલાવતા જ રહેજો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. મજા આવી.

 8. very nice, Dilipbhai.

 9. Rituji Says,……
  મંદ મઘમઘતો પવન તારા જ સ્મરણો લાવશે
  ફૂલની ફોરમ ચમન તારા જ સ્મરણો લાવશે

  ચાંદની આ રાત ભીંજાતા તડપતા એ ચકોર
  રૂપની નદીનું વહન તારા જ સ્મરણો લાવશે

  ary really i m enjoying.
  thanks a lotttttttttttttttttttttttttttttt
  its beautiful ………….

 10. સુંદર ગઝલને સરસ રીતે ગાઈને રજુ કરી. સપનાબેન અને તમને અભિનંદન.

 11. Nice Rachana of Sapana.
  Enjoyed reading & listening that !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Dilipbhai…I am reading this Post from Sydney…..Hope you will visit my Blog soon ! I hope you like the HEALTH Posts on DIABETES ..& HIV INFECTION
  Sapana if you see this comment..you are also invited to Chandrapukar !

 12. Hi Dilipkaka , No Word to Say about your Singing , Always after Listen I am Feeling Different , Which is Can Not share or can not get from Outside any where , I am Always Happy When I Listen Your New Songs , I Am Waiting for Next now………..

 13. રેતના પગલા સ્મરણને હચમચાવી નાંખશે
  રેત પરનું નામ સજન તારા જ સ્મરણો લાવશે
  lajawaab……..

 14. આદરણીય દિલીપભાઈ,આપની નજરો ને સમ્જા…વાહ અદભૂત કંઠ મધુર રચના ને જાણે જીવિત થયું.આભાર સાથે સુભેછાસહ.

 15. […] ‘મંદ મઘમઘતો પવન તારાં જ સ્મરણો લાવશે’ (‘સપના’ની ગઝલ અને Audio): https://geetgunjan.wordpress.com/2010/10/21/%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6-%e0%aa%ae%e0%aa%98%e0%aa%ae%e… […]

 16. aabhaar!!


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: