Posted by: Dilip Gajjar | ઓક્ટોબર 27, 2010

દુનિયાના રંગઢંગ જુદા આજકાલ છે Audioતસ્વીર : દિલીપ ગજજર તુરાબ હમદમ અને કૃષ્ણ દવે
મિત્રો આપની સામે મારી ગાયેલી કુતૂબ આઝાદની એક ગઝલ તેમની ભાવાંજલિરુપે રજુ કરું છું
આ રચના સંગીતબદ્ધ થતી હતી તે પછી એકાદ માસમાં જ તેઓ ચીરવિદાય પામ્યા હતા.૧૯ જૂન ૨૦૧૦ના કુતૂબ આઝાદના ઘરે કૃષ્ણ દવે સાથે બગસરા જવાનું થયું ત્યારે તેમના સુપૂત્ર કવિ અને તમન્ના ના તંત્રી તૂરાબ હમદમને અને અન્ય સુલતાન લોખંડવાલા સ્નેહી પરમાર સહુને અમારા માટે ખાસ યોજાયેલ મુશાયરામાં મળવાનું થયેલું.તમન્ના માસિકના સાઈઠ વર્ષની ઉજવણીનો ભવ્ય સાહિત્ય કાર્યક્રમ આવતા વર્ષે ઉજવાશે તે અંગે મોરારી બાપુ પણ ખૂબ ઉત્સૂક છે.

દુનિયાના રંગઢંગ જુદા આજકાલ છે
અંધારું એનુ એજ ને બળતી મશાલ છે

દુનિયાને એક કરવી છે મોટી ધમાલ છે
ઘર આંગણે તો પ્રેમની વચ્ચે દિવાલ છે

શસ્ત્રો તો સામસામાં ખડકતા જ જાય છે
શોધે છે શાંતિ બધા કેવી કમાલ છે

જઈને ગગનમાં ચંદ્રના ભેદો ઉકેલશે
માણસને ઓળખી શકે કોની મજાલ છે

દુનિયાને ભૂંસી નાંખશે ધર્મોની ઓથમાં
સંસ્કારીઓમાં એક નવી હીલચાલ છે

માણસના સર્વનાશની ચાલે છે યોજના,
દિલમાં છે વેરઝેર અને આંખ લાલ છે

એટમ અધીરા થાય છે ફૂટી જવા હવે,
અવકાશ માત્ર બાકી રહે અવો તાલ છે

‘આઝાદ’ ચારે કોરે પશુતાનો દૌર છે
માણસનો જન્મ ક્યારે થશે એ સવાલ છે

ગાયન: દિલીપ ગજજર
રચના: કુતૂબ આઝાદ
સંગીત અને કમ્પોઝ: નારાયણ ખરે

Advertisements

Responses

 1. કુતુબ આઝાદ મને ગમી ગયેલા શાયર છે.

  ‘ આઝાદ’ અણઉકેલ સ્મસ્યા છે આ સમય.

 2. Atyant Sundar !! Aavaj Roki Rakhvani Yogyata Dharave Chhe ..Dilip Bhai .Abhinandan

 3. Hello Dilipbhai
  Thanks for sharing this lovely Ghazal which gives a very deep meaning and message. Singing and music were very nice! We enjoyed it thoroughly.
  Take care.
  Hansa & Rajesh

 4. good gazal .. singing is good but could have been better.

 5. દીલીપભાઇ… આઝાદના શબ્દો ને આપનો કંઠ …વાહ વાહ ભાઇ મઝા આવી ગઇ… અમારુ ઘર આખુ સંગીતનુ રસિયુ છે… વિશારદ અને શિક્ષા વિશારદ છે… એટલે સંગીત નસે નસ માં છે …મારુ કહેવાનુ માત્ર એટલુ છે કે આપ આ ગઝલ આનાથી પણ સરસ રીતે ગાઇ શકતા હતા…. અને હજી અપેક્ષા છે…..

 6. Dear Dilipbhai,
  Very touching and meaningful Gazal…very good lyrics from Kutubji Azad…Narayanbhai kahre nu sangeet bahuj saras chhe…ane Dilipbhia no awaaz etle triveni sangam……God Bless u….keep on singing like this..enjoyed a lot…
  Prakash Soni.

 7. સારી ગઝલ,ગાયકી અને સગીતનો સુમેળ થાય ત્યારે આવી કર્ણપ્રિય
  અસર ઉદભવે છે.

 8. શ્રી દિલીપભાઈની પસંદગી મનને ગમી જાય તેવી છે. સરસ ગઝલ. આપે તેને સૂર આપી
  સરસ ઓપ આપ્યો છે. ગાયકી પણ સાંભળવાનું મન કરે તેવી છે. મિત્રોનો ફોટો પણ સંભારણા જેવો જ છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. સરસ અર્થપૂર્ણ ગઝલ અને તમારો ભાવવાવહી અવાજ!!ગઝલ બરાબર જામી છે..
  સપના

 10. આઝાદ’ ચારે કોરે પશુતાનો દૌર છે
  માણસનો જન્મ ક્યારે થશે એ સવાલ છે
  Dilipbhai…..Nice Anjali Gazal !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  See you all on Chandrapukar !

 11. સરસ ગઝલ અને ગાન.
  દિવાળીની શુભેચ્છાઓ.

 12. સુંદર ભાવના ભરી ગઝલ. આનંદ ભાઈચારાનો પ્રેમપ્રકાશ સહુ અંધારા અને વેરભાવ દૂર થાય એવી પ્રભુને પ્રાર્થના. દિલીપભાઈ સરસ ગાયું.

 13. Namaste Dilipbhai

  Excellent Ghazal beautifully sung. Keep up the good work. We are very proud of you.

  I would like to take this opportunity to wish you & your family very happy Diwali & prosperous Nw Year.

  Shobhaben Joshi (through Email.)

 14. SARI SARI GAJAL MOKLO TO SARU

 15. DEAR DILIPBHAI YES WORDINGS ARE TOO FINE BUT AUDIO QUALITY IS NOT UPTO THE STANDARD I THINK…AND U R VICE IS ALSO SOMETIMES CHEHARAY CHE……..
  TRY TO RE-SUNG IF POSSIBLE AND IN SOME GOOD QUALITY AND BACK GROUND MUSIC TOO..
  GOD BLESS U…..
  AND YES WAITING FOR NXT YEAR..60STI POORTY MATE..
  EVER YOURS
  SANATBHAI NA JSK..

 16. very nice ..

 17. wahhh bahu saras gazal,,ane saras gayiki


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: