Posted by: Dilip Gajjar | ડિસેમ્બર 8, 2010

ચાહું તને હમેશા-સપના વિજાપુરા (Audio)

મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું કવયિત્રિ સપના વિજાપુરાની એક ગમતી ગઝલ તેમના સંગ્રહ, ‘ખૂલી આંખના સપનામાંથી’ સાભાર
આપના પ્રતિભાવની આશા સહ
Chaahu Tane Hammesha, Music by Narayan Kahre, Chorus Recording Studio, Sang by Dilip Gajjar


ચાહું તને હમેશા, આપું છું એ જ કારણ ૨
કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ
આ ચંદ્ર પૂર્ણિમાએ, સાગરમાં ભરતી લાવે ૨
ઝુમું થનક થનક ને, નાચું છું એજ કારણ

જો પ્રેમના રહસ્યો,… ઉકલી જશે જરાયે ૨
ગૂંચવાશે આ જગત હું,.. બાંધુ છું એ જ કારણ

દિલની તરસ શમાવો, આપી અધરનું અમૃત ૨
જીવનતણું હલાહલ, ચાખું છું એ જ કારણ
કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ

શ્વસતો રહે ધરાના,.. કણકણમહીં તું વ્હાલમ ૨
શ્વાસોની આ ધમણથી,.. પામું છું એ જ કારણ

સપના કદીક થાશે,..સાકાર આપણા પણ ૨
શ્રદ્ધાથી રોજ સપના, જોઉં છું એ જ કારણ
ચાહું તને હમેશા, આપું છું એ જ કારણ
કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ
આ ચંદ્ર પૂર્ણિમાએ, સાગરમાં ભરતી લાવે
ઝુમું થનક થનક ને, નાચું છું એજ કારણ
ચાહું છું એ જ કારણ ..૪

-સપના વિજાપુરા

Advertisements

Responses

  1. સપના કદીક થાશે સાકાર આપણા પણ
    શ્રદ્ધાથી રોજ સપના જોઉં છું એ જ કારણ.

    very good … wording and composition

    • Daxeshbhai, Pranaam ! Thanks for listening and comment.
      II brahmacharyapratishthaayaviryalaabhah II

  2. શબ્દો તો સુંદર છે જ તેને અનુરુપ સ્વર અને સુર ગોઠવાયા છે- અભિનંદન.

  3. Dear Dilipbhai
    Many thanks for your email. The poem is very nice. In the present world hardly a person does selfless love. Your poem gives a nice message.

    All the best

    • Dear Dharmeshbhai, Very true..but who know this value they know as secret of joy..jaust love for love not for certain quality but sack of love of without any complain accept gift of life as God do not axpect still we say thanks..Dharmesh Thanks for This..Akaran Pratibhaav & Enojoy our songs.

  4. ચાહું તને હમેશા, આપું છું એ જ કારણ ૨
    કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ
    આ ચંદ્ર પૂર્ણિમાએ, સાગરમાં ભરતી લાવે,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    Nice Rachana of Sapana…Very nicely sung Dilipbhai !
    Really enjoyed it !….A wonderful thought of “selfless Love”….& I love to read the words “Chandra..Purnima..”….they touch me personally !
    May be one day I will hear my Rachana words in your voice….a wish !
    DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
    http://www.chandrapukar.wordpress.com
    Inviting your READERS to Chandrapukar !

    • આ ચન્દ્ર પૂર્ણિમાએ સાગરમાં ભરતી લાવે..શ્રીચન્દ્રવદનભાઇ આપને આ પંક્તિ ગમી તે આપનું નામ જ સાર્થક કરે છે તેવી છે.. આ સહિયારુ કાર્ય છે કવીના શબ્દ અને ગાયકના સૂર..આપના પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

  5. દરેક વખતની જેમ ગુંજન કન પાસે બેસી રહે છે અને ગઝલની પસંદગી પણ સરસ છે.
    તમે ગાતા રહો હું કાન લઈને આવીશ- i am all ears…

  6. દિલીપભાઈ તમારાં કંઠે ગવાઇ મારી ગઝલમાં ચાર ચાંદ લાગી ગયા..આભાર..
    સપના

    • અરે સપનાજી, આપે તો યાદ અપાવી દીધી મારી પંક્તિઓ,

      કોઈપણ કારણ વિના તારા ઘરે આવ્યા કરીશ
      પામવા સાંનિધ્ય તારા દ્વાર ખખડાવ્યા કરીશ
      તારા સગપણની સમજ મુજને મળી છે જ્યારથી
      ગીત જીવનવીણાં પર અસ્તિત્વના ગાયા કરીશ !

      મને ક્યારેય ખબર પણ નહોતી કે ગીત ગુંજન નામનો બ્લોગ થશે પણ એવી ભાવના મનમાં હતી,
      આપે અને શરિફભાઈએ કમ્પોઝીશનની સ્મ્મતિ દર્શાવી તે બદલ આભારી છુંઆપના પ્રતિભાવનો આભારી છું

      જનગણ્મનમાં વન ઉપવનમાં કરીએ ગુંજન સહિયારું
      અખિલમ મધુરમ સ્રુશ્ટી કરવા કરીએ સર્જન સહિયારું
      કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટૉથી પાક્યા કાન
      પ્યારભર્યા ગીતોનું કરીએ આજેર ગુંજન સહિયારું

      આપની રચનાઓ સરળ અને પ્રણયરંગી રસયુક્ત હોય છે અને બધાને ગમી જાય તેવી છે હૂ શુભેચ્છા આપું કે વધુને વધુ લોકચાહના પામે
      આપના કાવ્યો આજના વૈમનસ્યયુકત ભયાવહ વાતાવરણમાં માનવ્યનો મૂલભૂત પ્રેમાળ સંદેશ આપતા રહે.આપનો સર્જન મોરલો સતત ટહુકતો રહે..ઝૂમૂ થનક થનક ને…નાચન્તો રહે એક શુભેચ્છા સાથે..
      મને યાદ છે આપે જ્યારે પ્રથમવાર આ આપની ગઝલ સાંભળી ત્યારે શું ભાવ હતા ..એવા જ કે જ્યારે મારી પ્રથવાર એક ગાયકે રચના મેં સાંભળેલી અને શબ્દની પાર હદયની પાર આંખોથી છલકતાં અશ્રુમાં હતા !!

  7. I studied the book ‘Khuli Ankana Sapana’ of Sapanabahen twice before writing its review which is posted on http://www.girishparikh.wordpress.com in ‘Girishna bhava pratibhava’ department. I enjoyed the ghazals and other peoms in the book while working on the review. Now the beauty of Sapana’s words is wonderfully revealed when great singer Dilipbhai sings them with music in his melodious voice.
    Suggestion: Please create a CD of Sapana’s ghazals from the book with the same tittle ‘Khuli Ankana Sapana’. Yes, I would like to get the first autographed (by both sapanabahen & Dilipbhai) copy of the CD for review!

    • શ્રી ગીરીશભાઈ, આપ સપનાજીની રચનાઓ સમજ્યા પછી ..આપને તેમની ગવાયેલ ગઝ્લ ગમી તે આનંદ આપે છે..મળતા રહીશું ..

  8. અદભુત!
    ગીત અને કંઠનો સુમેળ.
    વફા

    • આભાર વફા સાહેબ, આપની પ્રેરણા પાયામ રહી છે ..હું પ્રતીક્ષા કરું છું ..કોણે મળું ની ?
      જેની પાસે છે તેઓ જ મળતા નથી ..ભારત ગયા છે ..પણ પ્રતીક્ષા ..છે ..આપનો આભાર ..આપના સૂચન મને આવકાર્ય છે .

  9. આમ આદમીનેય ગમી જાય એવી રચનાનું કર્ણપ્રિય ગાયન. સપનાબેન અને દિલિપભાઈ બન્નેનું તાલમેલભર્યું ટીમવર્ક બ્લોગજગતમાં નમૂનારૂપ છે. શબ્દ અને સ્વરની સહિયારી ગતિ કવિતાને લાંબે સુધી લઈ જતી હોય છે.

    • શ્રી પંચમભાઈ, બસ આમ થોડું થોડું સર્જન થતું રહે છે આપના પ્રતિભાવ ઉત્સાહ વધારે છે ..
      કંઈ રચના કેવી લાગશે ગાયાં પછી જ ખ્યાલ આવે જેમ કાવ્ય રચવામાં પણ..અમુક વાર સારું કમ્પોઝીશન થાય તો ઓર દિલીપ ઉઠે ..

  10. જો પ્રેમના રહસ્યો,… ઉકલી જશે જરાયે ૨
    ગૂંચવાશે આ જગત હું,.. બાંધુ છું એ જ કારણ

    દિલની તરસ શમાવો, આપી અધરનું અમૃત ૨
    જીવનતણું હલાહલ, ચાખું છું એ જ કારણ
    કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ
    ……………………………………………
    જનગણ્મનમાં વન ઉપવનમાં કરીએ ગુંજન સહિયારું
    અખિલમ મધુરમ સ્રુશ્ટી કરવા કરીએ સર્જન સહિયારું
    કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટૉથી પાક્યા કાન
    પ્યારભર્યા ગીતોનું કરીએ આજેર ગુંજન સહિયારું
    ……………………………….
    સપના બેનની ગઝલમાં મન અને દિલની લાગણી હોય છે..તેમના એ ભાવ શબ્દોમાં ઘૂંટાય છે.
    શ્રી દિલીપભાઈ તમે તેને એક રણકા સાથે લય મેળવી ગાઈ, સંગીત સાથે સરસ રીતે ,ગાયક
    તરીકેની છાપ ઉભારી છે. અઘરી ગાયકી પણ સરસ રીતે નિભાવી છે. અભિનંદન.
    રમેશ પટેલ(આકાશદીપ)

    • આભાર શ્રી રમેશભાઈ, આપે મારી ગાયાનાકાલાને બિરદાવી માટે ..આલંબ માટે તૈયારી કરી રહ્યા છીએ આપની શુભેચ્છાથી આગળ વધીશું ..

  11. ભાવવાહી શબ્દો સાથે સુંદર કમ્પોઝીશન ! બંનેને ધન્યવાદ !

  12. Dear Dilipbhai
    Absolutely excellent singing and lovely lyrics by Sapanaben! Congratulations and thanks for sharing such a lovely Ghazal.

    • શ્રીમતી અને શ્રીમાનનીય રાજેશ્ભાઈ આપ બંને સારા ગાયકો છો અને સંગીત આપને વારસામાં જ મળેલું છે આપ જેવા અનુભવી વિશારદ મને પ્રોત્સાહન આપે તે મારે મન આશિર્વાદ સમાન છે આપની પાસે હું જેટલું શીખું ઓછૂ જ છે..આપે ગુજરાતી અને હીન્દી ગીતો ભજનો ગઝલ ગરબા વિવિધ ગાઈને આપણી સંસ્ક્રુતિનું ગાન ગાઈ ઉત્તમ સરાહનીય કાર્ય કર્યુ છે ..યુ.કે. ના શોતાઓ તમારું આ યોગદાન નહિ વિસરે તેવી મને શ્રદ્ધા છે.
      http://www.esnips.com/user/hansamehta2003

  13. સુંદર ગઝલની સુંદર રજુઆત. અભિનંદન સપનાબેન અને દિલીપભાઈ.

    • શ્રી જગદીશભાઈ, આપનો પ્રેરક પ્રતિભવ મને વધુ સારું ગાવા પ્રેરશે આપનું ગાન ગઈ ક્રિસમસના સાંભ્ળેલું તેવું યાદ છે ફરી સાંભળવા મન થાય છે આપના શ્વરે….

  14. અદ્ ભુત.. અભીનંદન.. આભાર.

  15. […] Sapana Vijapura’s Gujarati Gazal મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું કવયિત્રિ સપના વિજાપુરાની એક ગમતી ગઝલ તેમના સંગ્રહ, 'ખૂલી આંખના સપનામાંથી' સાભાર આપના પ્રતિભાવની આશા સહ Chaahu Tane Hammesha, Music by Narayan Kahre, Chorus Recording Studio, Sang by Dilip Gajjar ચાહું તને હમેશા, આપું છું એ જ કારણ ૨ કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ આ ચંદ્ર પૂર્ણિમાએ, સાગરમાં ભરતી લાવે ૨ ઝુમું થનક થનક ને, નાચું છું એજ કાર … Read More […]

  16. […] મિત્રો, આપની સમક્ષ રજુ કરુ છું કવયિત્રિ સપના વિજાપુરાની એક ગમતી ગઝલ તેમના સંગ્રહ, 'ખૂલી આંખના સપનામાંથી' સાભાર આપના પ્રતિભાવની આશા સહ Chaahu Tane Hammesha, Music by Narayan Kahre, Chorus Recording Studio, Sang by Dilip Gajjar ચાહું તને હમેશા, આપું છું એ જ કારણ ૨ કારણ વિના તું ચાહે, ચાહું છું એ જ કારણ આ ચંદ્ર પૂર્ણિમાએ, સાગરમાં ભરતી લાવે ૨ ઝુમું થનક થનક ને, નાચું છું એજ કાર … Read More […]

  17. I am impressed and like this kruti very much….I also like music ..and thanks to hear it also. when only feelings remain in the mind the words go out of mind..sometime it happens with my mind also. That I feel just now… Thanks both of u.Dilippji & sapanaji.

  18. […] Links: https://geetgunjan.wordpress.com/ ‘ચાહુ તને હમેશા – સપના વિજાપુરા (શબ્દો તથા Audio): https://geetgunjan.wordpress.com/2010/12/08/%e0%aa%9a%e0%aa%be%e0%aa%b9%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e… […]


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: